જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉દુશ્મન બની લડી લેજો મિત્રો, પણ દોસ્ત બની કોઈનો વિશ્વાસઘાત ના કરશો !!

👉સાચવીને રાખજે મારો નંબર હંમેશા એ દોસ્ત, કેમકે થઈશ જ્યારે કોઈ વાતથી દુખી ત્યારે એ જ તને કામ લાગશે !!

👉એવો વિચાર ના કરો કે મોટા માણસ મારા મિત્ર થાય, એવો વિચાર કરો કે મારા મિત્રો મોટા માણસ થાય !!

👉મનથી ભાંગી પડેલાને તો મિત્રો જ સાચવે છે, સબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે.

👉કોઈપણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં, આપણું મહત્વ હોવું એ જ સાચી મિત્રતા.

👉દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી, જેનામાં આપણા કરતા જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.

👉જેમની પાસે સારા દોસ્ત હોય છે, એ ક્યારેય જમીન દોસ્ત નથી થતા.

👉બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઈ જાય છે, ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ પણ બદલાઈ જાય છે.

👉જેની પાસે સાચો દોસ્ત હોય, એને અરીસાની પણ જરૂર ક્યાં હોય છે.

👉દોસ્ત દુર્યોધન પણ હોઈ શકે અને દોસ્ત અર્જુન પણ હોય, કર્ણ થવું કે શ્રીકૃષ્ણ એ આપણા પર રહ્યું.

Share.

Leave A Reply