જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉ભૂલ એનાથી જ થાય જે કંઇક સારું કરવા ઈચ્છે છે, બાકી કંઈ નહીં કરવા વાળા તો ભૂલો જ શોધ્યા કરે છે !! *શુભ સવાર*

👉જિંદગી ભલે ગમે તેટલી વ્યસ્ત હોય, પણ સવાર પડે એટલે મનગમતા લોકોની યાદ તો આવી જ જાય છે !! *શુભ સવાર*

👉માણસ તો #સિમ્પલ છે સાહેબ, બસ ખાલી માણસાઈ જ #કોમ્પ્લિકેટેડ છે !! *શુભ સવાર*

👉કોઈના સગા બનવું એ તો ઈશ્વરના હાથમાં છે, પરંતુ કોઈના વ્હાલા બનવું એ તો તમારા જ હાથમાં છે !! *શુભ સવાર*

👉ઘડિયાળની ચાવી ફેરવવાથી તો માત્ર સાચો સમય મેળવી શકાય છે, સારો સમય મેળવવા માટે તો એ ઘડિયાળની સાથે ચાલવું પડે !! *શુભ સવાર*

દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની કાબેલિયત પ્રમાણે ચમકે છે, ઈચ્છા પ્રમાણે નહીં !! ====શુભ સવાર====

👉ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ, શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ !! *શુભ સવાર*

👉બધા પથ્થરો કંઈ ઠોકર માટે જ સર્જાયા નથી હોતા, ઘણા પથ્થરો એવા હોય છે કે જે રસ્તા બનાવે છે !! *શુભ સવાર*

👉શું જતું કરવું અને શું જાતે કરવું, એ સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે !! *શુભ સવાર*

Share.

Leave A Reply