જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉મનગમતું જીવનસાથી મેળવવું એટલું અઘરું નથી, જેટલું એને આખું જીવન મનગમતું રાખવું.

👉પ્રેમની જરૂરીયાત તો દરેકને હોય છે, પણ પ્રેમની કદર તો કોઈક ને જ હોય છે.

👉દરેક સ્ત્રીમાં એક મીરાં અને દરેક પુરુષમાં એક શ્યામ છુપાયેલો હોય છે, એક અધુરો છતાં મધુરો સંબંધ ક્યાંક મનના ખૂણે ધરબાયેલો હોય છે.

👉પ્રેમને પામવા પહેલ કરવી પડે રાહ ના જોવાય, હાથ જોડવાથી કંઈ ના થાય હાથ પકડવો પડે.

👉પ્રેમ નિભાવતા આવડવો જોઈએ, થઈ તો બધાને જાય છે.

👉તારા સુધી પહોચવા રસ્તા ઘણા હશે, પણ તને યાદ રહી જાય એવા પગલાં મારા જ હશે.

👉હું ક્યાં કહું છું કે તું આંગણ સુધી આવ, પણ આંખ મીંચું તો પાંપણ સુધી તો આવ.

👉આવ જરા તું પાસે અને વાત તો કરી જો, છોડ ચિંતા અંતની તું શરૂઆત તો કરી જો.

👉પ્રેમ એટલે તારા વિશે લખતા, મારું ક્યાંક ખોવાઈ જવું.

👉કોઈની પાછળ જીવ આપી દેવો એ પ્રેમ નથી, કોઈના વિના જીવી બતાવવું એ સાચો પ્રેમ છે.

Share.

Leave A Reply