જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉વિચારો ગમે તેટલા જાગૃત અને ઊંચા હોય, પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી !! *શુભ સવાર*

👉દુઃખ જ્યારે તેની ચરણ સીમા પર હોય, ત્યારે સમજી લેવું કે સુખ હવે નજીકમાં જ છે !!

👉મન બધા પાસે હોય પણ મનોબળ બહુ થોડા પાસે, બ્લડગ્રૂપ ઘણાનું પોજીટીવ હોય પણ વિચાર નેગેટીવ હોય છે !!

👉નિરંતર પ્રયાસ કદાચ જીત ના બની શકે, પણ એ હાર તો ના જ ગણાય !!

👉મનગમતું બોલવા માટે, અણગમતું સંભાળવાની તાકાત પણ હોવી જોઈએ !!

👉કોઈને જીવતા જ જરૂર પડે તો ખભે સહારો આપી દેજો, કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે આ કામ મરણ પછી જ થાય !!

👉બધું પામ્યા પછી પણ, વિનમ્ર રહે એ જ સાચો માણસ !!

👉કામ કરવાવાળાની કદર કરો, કાન ભરવાવાળાની નહીં !!

Share.

Leave A Reply