જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉ઢગલો પુસ્તકો વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે

👉સમજવા જેટલું સામર્થ્ય હોય ને તો ભૂલ પગથીયું બને, નહીંતર ખાડો જ બને સાહેબ

👉સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા, પણ સફળતા મળી ગયા બાદ બધા રસ્તા સીધા થઇ જાય છે

👉કંઈ જ ફરક નથી પડતો કે કોણે તમને દુઃખ પહોંચાડ્યું, ફરક એ જ પડે છે કે કોણે તમને પાછા હસતા શીખવાડ્યું

👉દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત, પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે

👉અવગણના સહન કરીને પણ જે તમારી ખુશી ઇચ્છતું હોય, એનાથી વધારે કોણ તમને પ્રેમ કરતુ હોય

👉એકાંતમાં પોતાના વિચારો અને જાહેરમાં પોતાના શબ્દો પર, કાબુ રાખનાર વ્યક્તિ દુનિયા બદલવાની ક્ષમતા રાખે છે

👉કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ અમુક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે

👉કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ અમુક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે

Share.

Leave A Reply