જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

બહારના દેખાવ કરતા હૃદયની શુદ્ધ ભાવના વધારે અસર કરે છે. કારણકે હંમેશા પ્રાર્થના કરવા જોડાયેલા હાથ કરતા મદદ માટે લંબાયેલ હાથ વધારે સારા લાગે છે.

આવનાર પહેલી તક કે અવસર ને છોડો નહિ, કારણકે બીજી વખત આવનાર તક હમેશા પહેલા કરતા મુશ્કેલ અને શરતોને આધીન હશે.

સુંદર વસ્તુ હંમેશા સારી નથી હોતી, પરંતુ સારી દરેક વસ્તુ સુંદર હોય છે !

આપણે હંમેશા અનુભવીએ છીએ કે જયારે આપણે યાદ કરીએ ત્યારે ભગવાન સમયસર આવતા નથી, પરંતુ સત્ય એ છે કે, ભગવાન હંમેશા સમયસર જ હોય છે, પરંતુ આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ.

જો મૌન જ દરેક પરિસ્થિતિમાં ઉતમ ગણાતું હોય તો આપણને દુ:ખ કેમ થાય છે જયારે કોઈ આપણી સાથે વાત નથી કરતા ??

જીવનમાં આપણો મોટો ભ્રમ હોય તો એ છે કે – “આપણે એવું માનીએ છીએ કે આવતી કાલે આજ કરતા વધારે સમય હશે ! ”

આપણે આવતીકાલ ને સારી બનાવવા માટે કામ કરીએ છીએ,
પરંતુ જયારે આવતીકાલ આવે છે, આપણે તેને માણવાને બદલે,
આવતીકાલને વધારે સારી બનાવવા માટે વિચારવા માંડીએ છીએ.

આપણે જયારે નાના હતા ત્યારે ઓછું હસતા હતા, પરંતુ આપણા અંતરમાં અપાર ખુશી હતી,
હવે આપણે મોટા થઇ ગયા, ત્યારે આપણે અંતરના અપાર દુ:ખને છુપાવવા હસવાનું શીખી ગયા છીએ !!

Share.

Leave A Reply