જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉પ્રેમ એટલે તારા વિશે લખતા, મારું ક્યાંક ખોવાઈ જવું.

👉કોઈની પાછળ જીવ આપી દેવો એ પ્રેમ નથી, કોઈના વિના જીવી બતાવવું એ સાચો પ્રેમ છે.

👉નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી, એ તો પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે.

👉પ્રેમ તો આવો હોવો જોઈએ, હું જોઉં ખુદને પણ પડછાયો તારો હોવો જોઈએ.

👉પ્રેમ એ ખુશીનો અહેસાસ છે, જે તું મારી પાસે બેસે ત્યારે જ અનુભવાય છે.

👉સૌપ્રથમ મારું હૃદય તારું થયું, એ પછી જે કંઇ થયું સારું થયું.

👉કદાચ ગમે એટલો કરો તોયે, ઓછો કે અધુરો રહી જાય એનું નામ જ પ્રેમ.

👉હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય, હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય.

👉તું એકલી શું પ્રેમ કરીશ, આવ અડધો અડધો કરી લઈએ.

Share.

Leave A Reply