જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉જિંદગીમાં ક્યારેય સારા માણસ સાથે વિશ્વાસઘાત ના કરવો, કારણ કે સુંદર કાચ જ્યારે તૂટી જાય છે ત્યારે તીક્ષ્ણ હથિયાર બની જાય છે.

👉પાણીને એક જ ગરણામાંથી ગાળીશું તો ચાલશે, પણ વાણીને તો ચાર ગરણાથી જ ગાળવી પડશે, કારણ કે માણસોને શબ્દો જ મારે અને શબ્દો જ તારે છે.

👉તમને કોઈ સમજી ના શકે એટલા બધા અઘરા ના બનો, કેમ કે અઘરા દાખલાઓને હોંશિયાર વિદ્યાર્થીઓ પણ વિકલ્પમાં છોડી દેતા હોય છે.

👉ઓછું સમજશો તો ચાલશે પણ ઊંધું સમજશો તો નહીં ચાલે, ધારી લઈએ એના કરતા પૂછી લઈએ તો સંબંધ વધારે ટકશે.

👉નીતિ સાચી હશે તો, નસીબ ક્યારેય ખરાબ નહીં થાય !!

👉લાંબી જીભ અને લાંબો દોરો, હમેંશા ગૂંચવાઈ જાય છે.

👉પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો મિત્રો, જીવનનો ઘણો ભાર હળવો થઇ જશે.

👉સમયની સાથે બદલાઈ જાવ અથવા સમયને બદલતા શીખો, ક્યાં સુધી મજબુરીઓ ગણાવતા રહેશો…ક્યારેક તો સામા પવને દોડતા શીખો.

👉મુરખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા, બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે.

👉આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી, અને મુસીબત આવ્યા વિના આંખ ખુલતી નથી.

Share.

Leave A Reply