ધ કપિલ શર્મા શોને મળ્યું ગિનીઝ બુકમાં સ્થાન

Google+ Pinterest LinkedIn Tumblr +

કોમેડિયન કપિલ શર્મા આજે ભારતમાં સેલિબ્રિટી બની ગયો છે.કપિલ શર્માની સિધ્ધિની ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ લેવાઈ છે. કપિલ શર્માના કોમેડી શોને સૌથી વધુ જોવાતા સ્ટેન્ડ અપ કોમેડી શો તરીકે ગિનિઝ બૂકમાં સ્થાન મળ્યુ છે. કપિલનો શો હાલમાં ટીવીના સૌથી વધુ જોવાતા ટોપ પાંચ શોના લિસ્ટમાં સામેલ છે.

કપિલને ગિનિઝ બૂક દ્વારા અપાયેલા સર્ટિફિકેટને કપિલ શર્માના ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવ્યુ હતુ. આ પહેલા કપિલને ફોર્બ્સ મેગેઝિને 2017માં કપિલ શર્માને ભારતમાં સૌથી વધુ કમાણી કરતા ટીવી સ્ટાર ગણાવ્યો હતો.

કપિલની ટીવી પરદે આ બીજી ઈનિંગ છે. દોઢ વર્ષ પહેલા કપિલે ટીવી પરદા પરથી બ્રેક લીધો હતો. તે વખતે કપિલને પોતાના કો સ્ટાર સુનીલ ગ્રોવર સાથે લડાઈ થઈ હતી. જેને લઈને ભારે વિવાદ પણ સર્જાયો હતો. કપિલની એ પછી આવેલી ફિલ્મ ફિરંગી પણ ફ્લોપ થઈ હતી.જોકે કપિલે બીજી ઈનિંગમાં ધમાકેદાર વાપસી કરી છે.

Share.

Leave A Reply