યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

મહત્વની કહેવતો▪
➖➖➖➖➖➖➖➖➖➖➖
૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે ➖ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.

2. મન હોય તો માળવે જવાય➖ ઈચ્છા હોય તો બધું થાય.

3.દુકાળમાં અધિક માસ ➖જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.

4. ઝાઝા હાથ રળિયામણા➖ વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.

5. ઉતાવળે આંબા ન પાકે➖ ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.

6. ન બોલ્યામાં નવ ગુણ ➖કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.

7.પાકે ઘડે કાંઠા ન ચડે વખત➖વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.

8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ ➖જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.

9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન➖બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.

10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા ➖એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.

Share.

Leave A Reply