યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

મહત્વની કહેવતો-2
11. કૂવામાં હોય તો હવાડામાં આવે ➖કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.

12.ઘી ઢળ્યું તો ખીચડીમાં ➖પોતાને જ લાભ થવો.

13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે➖ દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.

14. રામ રાખે તેને કોણ ચાખે?➖ પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.

15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય ➖જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.

16.પારકી મા જ કાન વિંધે➖ લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.

17.બાંધી મુઠી લાખની કોઈ➖ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.

18.ભાવતું હતું ને વૈધે કહ્યું➖ પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.

19. મુખમાં રામ અને બગલમાં છુરી ➖દેખાવે સારો પણ દિલમાં કપટી.

20. વાડ વિના વેલો ન ચડે ➖ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.

Share.

Leave A Reply