યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

▪કાંકરિયા તળાવ ગુજરાતના સુલતાન કુતબુદ્દીને ક્યારે બંધાવ્યું હતું❓
✔ઈ.સ.1451માં

▪દાદા હરિની વાવ કોણે બંધાવી હતી❓
✔હરિર નામની સ્ત્રીએ

▪રાણી સીપ્રી (મસ્જિદે નગીના)ની વાવ કોણે બંધાવી હતી❓
✔સુલતાન અહમદની પત્ની રાણી અસમીએ ઈ.સ.1514માં

▪જૂનાગઢ શહેરથી ગિરનાર તરફ જતા રસ્તામાં કઈ નદીમાં દામોદર કુંડ આવેલા છે❓
✔સોનરખ નદીમાં

▪કયા કિલ્લાનું નામ ગિરિદુર્ગ હતું❓
✔જૂનાગઢનો ઉપરકોટ

▪શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી સોમનાથ મંદિરનો સાતમી વખત જીર્ણોદ્ધાર કરી સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવી હતી❓
✔11 મે, 1951

▪સોમનાથ મંદિરને કયા નામે ઓળખવામાં આવે છે❓
✔કૈલાશ મહામેરૂ પ્રસાદ

▪સોમનાથ મંદિર કઈ શૈલીથી નિર્માણ કરાયું છે❓
✔નાગર

▪સોમનાથ મંદિરના શિખર ઉપરના પથ્થરમાં કોતરેલો કળશ કેટલા વજનનો છે❓
✔10 ટન

▪જૂનાગઢના આદ્ય કવિ નરસિંહ મહેતા માટે શ્રી કૃષ્ણ ભગવાન પ્રકટ થયા તે પવિત્ર સ્થાને કયું ગામ વસ્યું હોવાનું મનાય છે❓
✔ખોરાસા

Share.

Leave A Reply