યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

▪ધર્મવીર શેઠ સાગળશાએ પુત્રનું બલિદાન આપી સાધુ સ્વરૂપે પધારેલા ભગવાનને તૃપ્ત કર્યા આથી ભગવાને પ્રસન્ન થઈ ચેલૈયાને સજીવન કર્યો તે સ્થળ કયું❓
✔બીલખા (જૂનાગઢ)

▪સંત દેવીદાસનું મૂળ નામ શું હતું❓
✔દેવા રબારી

▪ઝમઝીર ધોધ કઈ નદી પર આવેલો છે❓
✔શીંગવડી

▪દાહોદને ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે કયા કવિએ ઓળખાવ્યો છે❓
✔કવિ ન્હાનાલાલે

▪દાહોદમાં ઈ.સ.1139માં રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા માત્ર એક જ રાતમાં બનાવામાં આવેલું તળાવનું નામ શું છે❓
✔છાબ તળાવ (દાહોદ શહેરનું ઘરેણું)

▪ગુજરાતનું ઊંઝા પછીનું બીજા નંબરનું કૃષિ વેપારનું મથક કયું❓
✔દાહોદ

▪દાહોદમાં આંબલી અગિયારસનો મેળો કયા ગામમાં ભરાય છે❓
✔બાવકા

▪કયા મંદિરની સીડી એક જ સળંગ પથ્થરમાંથી બનાવેલી છે❓
✔દ્વારકા

▪દ્વારકા મંદિરનું શંકુ આકારનું મુખ્ય શિખર કેટલા ફૂટ ઊંચું છે❓
✔172 ફૂટ

▪ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજે અણહિલપુર પાટણની સ્થાપના ક્યારે કરી હતી❓
✔ઈ.સ.746માં
વર્તમાન પાટણ શહેર ફરતે વિદ્યમાન કિલ્લો કોના દ્વારા બાંધવામાં આવેલ❓
✔ગુજરાતના સૂબા ઝફરખાન દ્વારા

Share.

Leave A Reply