આજે જાણો કમ્પ્યુટર વિશે અગત્યનું જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

🖥 કમ્પ્યુટર જ્ઞાન 💻

⚠કોમ્પ્યુટર ના ઘટકો⚠

✨કોમ્પ્યુટર ના બધા જ સાધનો અને ડિવાઈસિઝ (મશીનરી) જે તમે જોઈ શકો કે સ્પર્શી શકો, તેને હાર્ડવેર કહે છે.

✨કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, મોનીટર અને CPU બોક્સ જેવા કોમ્પ્યુટરના ભાગોને કોમ્પ્યુટર હાર્ડવેર કહે છે.

✨કોમ્પ્યુટર એક ઈલેક્ટ્રોનિક મશીન છે.

✨આ મશીનના વિવિધ ભાગો અથવા ડિવાઈસિઝ નો ઉપયોગ ઈનપુટ (input), પ્રોસેસિંગ (processing), સ્ટોરેજ (output) માટે કરવામાં આવે છે.

🖱⌨ઈનપુટ ડિવાઈસિઝ⌨🖱

🌟કીબોર્ડ :

✨કોમ્પ્યુટરને સૂચના આપવા માટે અને ડેટા એન્ટર કરવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે.

✨કીબોર્ડ પર 100 ઉપરાંત કીજ હોય છે. અહી લેટર કિજ, નંબર કિજ, વિરામચિહનોની કિજ અને બીજી સ્પેશિયલ કિજ હોય છે.

✨કીબોર્ડ પર કોઈ પણ કી દબાવવાથી જે તે અક્ષર કે ચિહ્ન સ્ક્રીન પર દેખાશે. સાથે એક નાની જબુકતી લીટી પણ દેખાશે. આ લિટીને કર્સર કહેવામા આવે છે.

✨તમે જેમ જેમ એક એક અક્ષર ટાઈપ કરશો તેમ તેમ કર્સર એક સ્પેસ જમણી બાજુ જશે. ટૂકમાં તમે સ્ક્રીન પર જ્યાં કામ કરી રહ્યા છો તે સ્થાનનો નિર્દેશ કર્સર કરે છે.

🌟માઉસ:

✨માઉસ આપણી હથેલીના કદનું પ્લાસ્ટિકનું સાધન છે. તેના પર બે કે ત્રણ બટન્સ હોય છે. આ બતાંસમથી ડાબી બાજુના બટનનો બધારેમા વધારે ઉપયોગ થાય છે.

✨માઉસને માઉસ પેડ પર રાખીને જ આમતેમ ફેરવવામાં આવે છે. માઉસને માઉસ પેડ પર ફેરવશો ત્યારે તમને સ્ક્રીન પર એક નાનો એરો પણ ફરતો દેખાશે. આ એરોને માઉસ પોઈંટર કહેવામા આવે છે.

✨માઉસ સ્ક્રીન પર ચોકકસ સ્થળનો નિર્દેશ કરે છે અને મેનુમાથી વિકલ્પો પસંદ કરવામાં પણ ઉપયોગી થાય છે. તેથી માઉસને પોઈંટિંગ ડિવાઈસ પણ કહેવામા આવે છે.

🖥🖨આઉટપુટ ડિવાઈસિઝ:🖨🖥

🌟મોનીટર:

✨કોમ્પ્યુટરમાં જે ડેટા એન્ટર કરવામાં આવે છે તેના પર પ્રોગ્રામ પ્રમાણે પ્રક્રિયા થાય પછી આઉટપુટ મોનીટર પર આવે છે.

✨કોમ્પ્યુટરને તમે ડેટા અથવા સૂચના આપો ત્યારે તમે જે કઈ ટાઈપ કરો તે મોનિટરના સ્ક્રીન પર આપોઆપ દેખાય છે.

✨આથી મોનીટર ને Visual Display Unit(VDU) પણ કહે છે.

🌟પ્રિન્ટર:

✨કોમ્પ્યુટર દ્વારા જે આઉટપુટ તૈયાર થાય છે તે મોનિટરના સ્ક્રીન પર જોઈ શકાય છે.

✨આ આઉટપુટ પ્રિંટરની મદદથી કાગળ પર છાપી લઈ શકાય છે.

✨આ છાપેલી હાર્ડ કોપી (Hard Copy) કહેવાય છે. કોમ્પ્યુટર મા સ્ટોર કરેલી કે મોનિટરના સ્ક્રીન પર જોઈ શકાતી કોપીને (soft copy) કહેવામા આવે છે.

⚠પ્રિન્ટરના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે :
🚦(1) ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર,
🚦(2) ઇન્કજેક્ટ પ્રિન્ટર અને
🚦(3) લેસર પ્રિન્ટર.

🌟(1) ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર:

✨માહિતી કે ચિત્રો છાપવા માટે આ પ્રિંટરમાં સોય જેવી પિન્સનો સેટ હોય છે. તેથી જે કઈ છપાય છે તે ડોટસ- ટપકના સ્વરૂપમા હોય છે. આ પ્રકારના પ્રિન્ટર બ્લેક એન્ડ વાઈટમાં છાપતાં હોય છે.

🌟(2) ઇન્કજેટ પ્રિન્ટર:

✨આ જાતના પ્રિન્ટરના હેડ પર અસંખ્ય જીણા છિદ્રો હોય છે. જ્યારે કાગળ પર છાપકામ થાય છે ત્યારે આ જીણા જીણા છિદ્રોમથી શાહી કાગળ પર ફેકાય છે અને તેમાથી માહિતી કે ચિત્રો છપાય છે. આ પ્રકારના પ્રિન્ટર બ્લેક એન્ડ વાઈટ કે રંગીન છાપકામ કરી શકે છે.

🌟(3) લેસર પ્રિન્ટર:

✨આ પ્રકારના પ્રિન્ટર પણ લેસર કિરણોથી છાપકામ થાય છે. ગુણવટવાળા ઝડપી છાપકામ માટે લેસર પ્રિન્ટર સૌથી શ્રેષ્ટ પ્રિન્ટર છે

Share.

Leave A Reply