છે ને બાકી ભાયડો!!! એકસાથે બે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Google+ Pinterest LinkedIn Tumblr +

ઘણાને એક છોકરી મળવાના પણ વાંધા હોય ત્યાં આ ભાઈએ એક સાથે પોતાની 2 ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. ઇન્ડોનેશિયામાં આ બનાવ બન્યો છે  એક ભાઇ બે ગર્લફ્રેન્ડ ધરાવતા હતા એટલું જ નહીં, તેઓ બન્નેને એક સાથે પરણ્યા પણ ખરા. ૧૭ ઓગસ્ટે તેમના નિકાહ થયા હતા અને એની તસવીરો અની પુરવાની નામની મહિલાએ ફેસબુક પર પોસ્ટ દ્વારા આ અનોખી લવસ્ટોરીની વાત રજૂ કરી હતી.

મુસ્લિમોમાં આમેય ચાર પત્નીઓ કરવાનું કાનૂની છે. જો બીજી પત્ની કરવી હોય તો પહેલી પત્નીની મંજૂરી જરૂરી હોય છે. જોકે અહીં તો બન્ને પહેલી વાર જ આ યુવક સાથે લગ્ન કરી રહી હતી ત્યારે યુવકે બન્ને ગર્લફ્રેન્ડ્સના પરિવારને દહેજ પણ આપ્યું હતું. યસ, ઇન્ડોનેશિયામાં વરરાજા પત્નીના માતા પિતાને દહેજ આપે એવો રિવાજ છે. દુલ્હો તેમની દીકરીને સાચવવા માટે  કેટલો સક્ષમ છે.એ તેણે આપેલા દહેજ પરથી નિશ્ચિત થાય છે. વરરાજાની બન્ને વધૂઓને પણ આ લગ્નથી કોઇ પ્રોબ્લેમ નહોતો અને જયારે વરરાજાને આવું સાહસ કરવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહેલું કે, ‘હું મારી એકેય ગર્લફ્રેન્ડને દુખી કરવા નહોતો માગતો એટલે મેં તેમની પરવાનગી લઇને બન્ને સાથે લગ્ન કર્યા છે.’

Share.

Leave A Reply