શું તમે વાળની સમસ્યા થી પરેશાન છો?, તો ચિંતા ન કરશો આ રહ્યો ઉપાય

Google+ Pinterest LinkedIn Tumblr +

૧. ખોડો દૂર કરવા માટે ઘર ઉપાયો :

– ૩-૪ લિંબુઓની છિલકા ઉતારી તેમને ૪-૫ કપ પાણીમાં ૧૫-૨૦ મિનિટ માટે ઉકાળો. જ્યારે ઠંડુ થઈ જાય, ત્યારે આ મિશ્રણ વડે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર પોતાના વાળ ધોઈ લો.

– ૨ ચમચી મેથીને આખી રાત પાણીમાં પલાડો અને બીજી સવારે તેમને પીસીને લેપ બનાવી લો. આ લેપને પોતાના વાળ તથા માથા પર ઓછામાં ઓછી ૩૦ મિનિટ માટે લગાવો. ૩૦ મિનિટ બાદ વાળને સારી રીતે ધોઈ નાંખો. શ્રેષ્ઠ પરિણામ માટે આ પ્રક્રિયા ચાર અઠવાડિયા માટે દોહરાવો.

– સ્નાન કરતા પૂર્વે લિંબુના રસથી પોતાના માથાની માલિશકરો. ૧૫ થી ૨૦ મિનિટ બાદ વાળને સારી રીતે ધોઈ લો. આ ઉપચાર ચિપચિપુપણુ પણ દૂર કરે છે, ડૅંડ્રફને રોકે છે અને આપનાં વાળને ચમકદાર નાવે છે.

– વિનેગર (સરકો) તેમજ પાણીનું સરખા પ્રમાણમાં એક મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને પોતાના માથે લગાવી રાત ભર માટે છોડી દો. બીજી સવારે પોતાના વાળને બાળકોનાં શૅમ્પૂથી ધોઈ લો.

– પોતાના માથા તેમજ વાળ પર જરાક દહીં લગાવી ઓછામાં ઓછું એક કલાક ઇંતેજાર કરો. તે પછી સૌમ્ય શૅમ્પૂથી તેને સારી રીતે ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં લઘુત્તમ બે વાર કરો.

– બે ઇંડાઓને ફેંટીને બનેલા લેપને પોતાના માથે લગાવો અને એક કલાક બાદ સારી રીતે ધોઈ લો. આ ઉપચારથી આપના વાળમાંથી ડૅંડ્રફ જતો રહેશે અને વાળ ઉતરવામાં ઘટાડો થશે.

– બદામ, નાળિયેર કે ઓલિવનાં વૉર્મ તેલથી માથાની માલિશ કરવાથી ડૅંડ્રફ ઓછો થશે. માલિશ બાદ તેલને માથા પર આખી રાત માટે છોડી દો.

– સ્નાન કરતા ૨૦ મિનિટ પહેલા એલોવેરા જૅલ પોતાના માથા પર લગાવો. ૨૦ મિનિટ માટે છોડ્યા બાદ વાળને શૅમ્પૂથી ધુઓ.

– ૧ ચમચી લિંબુનાં રાસ સાથે ૫ ચમચી નાળિયેર તેલનું મિશ્રણ બનાવો અને તેને માથા પર લગાવો. આ મિશ્રણ લગાવવાનાં ૨૦ થી ૩૦ મિનિટ બાદ સારી રીતે શૅમ્પૂથી માથુ ધોઈ લો.

– સફરજન અને સંતરાની સરખી માત્રા લઈ તેનો લેપ બનાવી લો અને પછી તેને માથા પર લગાવો. આ લેપ લગાવવાનાં ૨૦ થી ૩૦ મિનિટ બાદ માથુ શૅમ્પૂ વડે ધોઈ લો.

– લિમડાના કેટલાક પાંદડાઓને પાતળું પીસી લેપ બનાવી લો અને સીધું જ પોતાના સૂકા માથા પર લગાવો. આ લેપ એક કલાક સુધી રાખ્યા બાદ ગરમ કે ઠંડા પાણીથી માથુ ધોઈ લો.

– તુલસી અને આંબળાનાં પાવડરને પાણી સાથે મેળવી લેપ બનાવો. આ લેપની માલિશ માથા પર કરો. લગભગ અડધા કલાક માટે લેપ રહેવા દો. તે પછી પાણી અને શૅમ્પૂની મદદથી વાળને સારી રીતે ધોઈ લો.

– ૨ ચમચી લસણના પાવડર સાથે એક ચમચી લિંબુ રસ મેળવી લેપ બનાવો. આ લેપ માથા પર લગાવી ૩૦ થી ૪૦ મિનિટ સુધી રાખો. પછી તેને શૅમ્પૂ કે ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો.

– આપ અરીઠા વાળા સાબુનો ઉપયોગ કરી શકો છો અથવા અરીઠા પાવડરનો પાતળો લેપ બનાવી પોતાના માથે લગાવો. તેને ૨ કલાક બાદ શૅમ્પૂ અને ઠંડા પાણીથી ધોઈ લો.

– પોતાના માથા પર ડુંગળીનો લેપ લગાવો અને તેને એક કલાક સુધી રહેવા દો. તેને સારી રીતે ધોયા બાદ તાજા લિંબુ રસથી માલિશ કરો કે જેથી વાળમાંથી ડુંગળીની ગંધ નિકળી જાય.

– થોડુક આદુ અને બીટને પીસી લેપ બનાવો. આ લેપથી માથા પર માલિશ કરો અને આખી રાત માટે છોડી દો. બીજી સવારે સારી રીતે ધોઈ લો. આ પ્રક્રિયાને ૪ થી ૫ રાત્રિઓ માટે દોહરાવો.

– દહીં સાથે મેળવી બેસનનો લેપ પોતાના માથા પર લગાવો. ૨૦ થી ૩૦ મિનિટ બાદ ઠંડા પાણીથી ધુઓ.

– શૅમ્પૂ કરતી વખતે એક ચપટી બેકિંગ સોડા પોતાનાં વાળમાં નાંખી માલિશ કરો. ૧૫ થી ૨૦ મિનિટ બાદ તેને ધોઈ નાંખો.

– રોઝમેરીના પાનને વિનેગર (સરકો) સાથે નિચોડો અને પછી તેને પોતાના માથા પર ૧૫ થી ૨૦ મિનિટ માટે લગાવો. પછી સારી રીતે વાળ ધોઈ લો. ડૅંડ્રફની સારવાર માટે આપ માથા પર રોઝમેરીનું તેલ અને નાળિયેર તેલનું મિશ્રણ પણ લગાવી શકો છો.

– પ્રાકૃતિક ઘરગથ્થુ નુસ્ખાઓથી આપના વાળને દરરોજ અથવા એકાંતર દિવસે ધોઈ ડૅંડ્રફથી બચાવી શકાય છે. વાળનું ધ્યાન રાખી અને માથાની વ્યવસ્થિ સફાઈ કરવાથી પણ ડૅંડ્રફથી બચી શકાય છે.

૨. ડ્રાય વાળ માટે જરૂરી ઘરગથ્થુ ટિપ્સ:

૧. બેસન પૅક :
ડ્રાય વાળને બરાબર કરવાની આ રીત સૌથી સારી છે.
– તેના માટે સૌપ્રથમ એક કપ કાચુ દૂધ કે નાળિયેર દૂધ લો.

– તેમાં બે-ત્રણ ચમચી બેસન મેળવો.

– તેની સારી એવી પેસ્ટ તૈયાર કરી લો અને વાળ પર સારી રીતે લગાવો.

– તેને ૧૫ મિનિટ માટે એમ જ લગાવીને છોડી દો.

– તે પછી પાણી અને બાદમાં શૅમ્પૂ વડે ધોઈ લો.

૨. આવશ્યક તેલ :
– ડ્રાય વાળને કાયમ એવું પોષણ આપવું જોઇએ કે જે વાળને મજબૂત બનાવે અને તેમને સિલ્કી પણ કરી દે. વાળને સમ્પૂર્ણપણે સારા બનાવવા માટે જરૂરી છે કે તેમાં તેલ લગાવવામાં આવે.

– આપ નાળિયેર તથા બદામનાં તેલને સરખા પ્રમાણમાં મેળવી લો.

– તેમાં અડધી ચમચી અરંડિયુ તેલ મેળવી લો.

– કેટલાક ટીપા લૅવેંડર કે રોઝમૅરી ઑયલના પણ મેળવી લો.

– તેમને સારી રીતે મિક્સ કરી લો અને વાળની ત્વચા સુધી લગાવો.

– પછી વાળને શૅમ્પૂ કરી હુંફાળા પાણી વડે ધોઈ લો.

– આપ ઇચ્છો, તો હૉટ ઑયલ મસાજ પણ કરી શકો છો. તેનાથી વાળનું ગ્રોથ સારૂ રહે છે.

૩. મધ :

– આપણે સૌ જાણીએ છીએ કે મધ ખૂબ લાભકારક હોય છે. વાળને સિલ્કી અને હૅલ્થી બનાવવામાં મધનો ઉપયોગ કરી શકાય છે.

– બે કપ ગરમ પાણીમાં એક ચમચી મધ મેળવી લો અને સારી રીતે મિક્સ કરી લો.

– તેને વાળ પર સારી રીતે લગાવી છોડી દો.

– અડધા કલાક બાદ સારી રીતે ધોઈ લો.

૪. ઇંડાનું પૅક :

– ઇંડાની ઝરદી વાળને સિલ્કી બનાવવા માટે ખૂબ લાભકારક હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે કે વાળને મૉઇશ્ચરાઇઝ કરે છે.

– સૌપ્રથમ બે ઇંડા લો અને તેમને તોડી લો.

– સારી રીતે ફેંટી લો. તેમાં એક ચમચી મધ અને દહીં મેળવી લો.

– સારી રીતે મિક્સ-અપ કર્યા બાદ તેને વાળમાં લગાવો.

– બાદમાં ઠંડા પાણીથી ધોઈ લો અને શૅમ્પૂ કરી લો.

૫. મેયોનેઝ પૅક :

– મેયોનેઝમાં એલ – કિસ્ટેન હોય છે કે જે એક પાવરફુલ એંટી-ઑક્સીડંટ હોય છે કે જેનાથી વાળમાં મજબૂતાઈ આવે છે અને તેમની ચમક વધે છે. તેને લગાવવાથી ડ્રાય વાળ સારા થઈ જાય છે અને તેમનું ઉતરવું પણ બંધ થઈ જાય છે.

– અડધું કપ મેયોનેઝ લો અને તેને ફેંટી લો.

– તેને વાળની લંબાઈની જેમ લગાવો.

– ૩૦ મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો.

– બાદમાં શૅમ્પૂથી ધોઈ લો.

૬. એવોકૅડો અને નાળિયેર પૅક :
એવોક ૨ ડોમાં ગુણકારી તેલ હોય છે કે જે વાળને સુંદર અને સિલ્કી બનાવી દે છે. તેમાં વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.

– સૌપ્રથમ એવોકૅડોને પલ્પ નિકાળી લો.

– તેમાં અડધુ કપ નાળિયેર દૂધ મેળવીલો.

– આ પેસ્ટને પોતાનાં વાળ પર લગાવો.

– ૧૫ મિનિટ માટે એમ જ છોડી દો.

– બાદમાં ઠંડા પાણી અને શૅમ્પૂ વડે ધોઈ લો.

નોંધ: દરેકના વાળની ક્વોલિટી સરખી નથી હોતી જો વધારે સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી..

Share.

Leave A Reply