કાલથી શ્રાદ્ધનો પ્રારંભ, ૧૬ દિવસ બાદ પિતૃ અમાસના દિવસે થશે પૂર્ણ

Google+ Pinterest LinkedIn Tumblr +

પિતૃપક્ષ પૂર્ણિમાની સાથે શરૂ થઈને 16 દિવસો બાદ સર્વ પિતૃ અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ 16 દિવસોમાં હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે. આ વખતે પિતૃપક્ષ 14 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જે 29 ડિસેમ્બર સુધી ચાલશે.

ભાદ્રપદ શ્રાદ્ધ તિથીઓ (મહાલય)

– 14 સપ્ટેમ્બર ભાદરવા શુદ 15 શનિ એકમનુ શ્રાદ્ધ

– 15 સપ્ટેમ્બર ભાદરવા વદ 1 રવિ બીજનું શ્રાદ્ધ

– 16 સપ્ટેમ્બર ભાદરવા વદ2 સોમ

– 17 સપ્ટેમ્બર ભાદરવા વદ  ૩ મંગ, ત્રીજનુ શ્રાદ્ધ, સંકષ્ટિ, અંગારકી, આખો દિવસ અમૃતસિદ્ધિ યોગ

– 18 સપ્ટેમ્બર ભાદરવા વદ 4 બુધ ચોથનુ શ્રાદ્ઘ, (ભરણી શ્રાદ્ધ) આ દીવસે પૂનમનુ શ્રાદ્ધ પણ કરી શકાય                                                                         

  -19 સપ્ટેમ્બર ભાદરવા વદ 5 ગુરૂ પાંચમનુ શ્રાદ્ધ (કૃતિકા શ્રાદ્ધ)

– 20 સપ્ટેમ્બર ભાદરવા વદ 6 શુક્ર છઠ્ઠનુ શ્રાદ્ધ

– 21 સપ્ટેમ્બર ભાદરવા વદ 7 શનિ સાતમનું શ્રાદ્ધ

– 22 સપ્ટેમ્બર ભાદરવા વદ 8 રવિ આઠમનું શ્રાદ્ધ (આ દિવસે પૂનમનુ શ્રાદ્ધ કરી શકાય)

– 23 સપ્ટેમ્બર ભાદરવા વદ 9 સોમ, નોમનું શ્રાદ્ધ (અવિધવા નોમ) સૈભાગ્યવતીનું શ્રાદ્ધ

– 24 સપ્ટેમ્બર ભાદરવા વદ 10 મંગ, દશમનુ શ્રાદ્ધ

– 25 સપ્ટેમ્બર ભાદરવા વદ 11 બુધ, અગ્યારસનુ અને બારસનુ શ્રાદ્ધ સંન્યાસીઓનુ શ્રાદ્ધ (આ દિવસે પૂનમનું શ્રાદ્ધ કરી શકાય)

– 26 સપ્ટેમ્બર ભાદરવા વદ 12 ગુરૂ, તેરસનુ શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ બાળકોનુ શ્રાદ્ધ

– 27 સપ્ટેમ્બર ભાદરવા વદ 13 શુક્ર ચૌદશનુ શ્રાદ્ઘ, શસ્ત્રથી મરેલાનું શ્રાદ્ધ

– 28 સપ્ટેમ્બર ભાદરવા વદ ૧૪ સાથે શનિ, સર્વપિતૃ અમાસ તેમજ પૂનમનું શ્રાદ્ધ

– 29 સપ્ટેમ્બર આશો સુદ 1 રવિ, માતા મહ શ્રાદ્ધ

 

 

Share.

Leave A Reply