લો બોલો!!! વડોદરામાં રોબોટ કરશે ગટરની સફાઇ

Google+ Pinterest LinkedIn Tumblr +

વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરની ગટર લાઇનોની સફાઈ માટે એક નવી વ્યવસ્થા કરવા જઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકા રોબોટની ખરીદી કરવાનું વિચારી રહી છે. જેના માટે છેલ્લા 5 દિવસથી રોબોટથી ગટરની સાફ સફાઈ કરાવી ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.

વડોદરા કોર્પોરેશને કેરલની જેન રોબોટિક્સ સ્ટાર્ટ અપ કંપની પાસેથી ચૂંટણીની આાચારસંહિતા પૂરી થઈ જાય ત્યાર બાદ આ રોબોટની ખરીદી કરશે.

આ અંગે માહિતી આપતા મેયર જિગીષા શેઠે જણાવ્યું કે, ડ્રેનેજની સફાઈ કરતા સમયે કેટલીકવાર કર્મચારીઓનાં મૃત્યુ થાય છે. રોબોટ આવ્યા બાદ કર્મચારીઓને ડ્રેનેજમાં ઉતારવામાં નહીં આવે.

Share.

Leave A Reply