‘વાયુ’ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો

Google+ Pinterest LinkedIn Tumblr +

વાવાઝોડુ ‘વાયુ’ સોમનાથથી દક્ષિણ પશ્ચિમે 125 કિ.મી. દૂર પહોંચ્યુ છે. જે પશ્ચિમ દિશામાં ફંટાઈ રહ્યું છે. વાવાઝોડાએ દિશા બદલી ગુજરાતના કાંઠેથી દૂર જવા લાગ્યુ છે. ગુજરાતના સમુદ્ર કાંઠાના સમાંતરે આ વાવાઝોડુ ફંટાઈ જશે પણ સૌરાષ્ટ્રના કાંઠા ઉપર ત્રાટકશે નહિં જેની અસરથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જોરદાર પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદનું જોખમ રહેશે.

‘વાયુ’ વાવાઝોડાની રફતારમાં નવો વળાંક આવ્યો છે અને સૌરાષ્ટ્રના કાંઠેથી દૂર ચાલ્યુ જાય તેવા પૂરા ચાન્સ હોવાનું સ્કાયમેટના વાઈસ પ્રેસીડેન્ટ શ્રી મહેશ પાલાવતે ટ્વીટ ઉપર જાહેર કર્યુ છે. સ્કાયમેટ વેધરના અહેવાલ પ્રમાણે વાયુ અત્યારે ઉત્તર – ઉત્તર પશ્ચિમ દિશાએ આગળ વધી રહ્યુ છે.

વેધર મોડલ હવે એવા નિર્દેશ આપે છે કે આજે બપોરે 135 થી 145 કિ.મી.ની ઝડપે વાયુ વાવાઝોડુ દ્વારકા-ઓખા બંદરની સમીપે પોરબંદરના દરિયાકાંઠેથી ફંટાઈ જાય તેવા પૂરા સંજોગો સર્જાયા છે. દરમિયાન ગુજરાતમાં 2251 ગામોનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જેમાં 566 વીજ થાંભલા પૂર્વવત કરાયા હતા. 904 વીજ ફીડરમાંથી 197 ફીડર પુનઃ કાર્યરત કરાયા.

Share.

Leave A Reply