વિરમગામમાં બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ, પોલીસકર્મી ઘાયલ

Google+ Pinterest LinkedIn Tumblr +

વિરમગામ શહેરમાં રૈયાપુર દરવાજા બહાર ત્રણ રસ્તા પાસે આવેલા ભઠ્ઠીપરા વિસ્તારમાં એક ધાર્મિક સ્થળની જગ્યાને લઈને બે જુથો વચ્ચે પથ્થરમારો થતા 8 જેટલા લોકોને ઈજા પહોચી હતી.

જો કે, ઘટના સ્થળે પહોચેલી પોલીસે સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો. પરંતુ મોડી સાંજે ફરીયાદ લેવા મુદ્દે પણ એક જુથ અને પોલીસવચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. જેમા થયેલા પથ્થરમારામાં ત્રણ પોલીસકર્મીઓને ઈજાઓ પહોચી હતી. બનાવની જાણ થતા જ જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ કર્મીઓનો કાફલો બનાવ સ્થળે પહોચ્યો હતો.

પોલીસને બનાવની જાણ થતાં દોડતી થઈ હતી અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઈજાગ્રસ્તોના એક જૂથને સારવાર અર્થે ગાંધી હોસ્પિટલ ખસેડાયા હતાં જ્યાં પ્રાથમિક સારવાર આપી અમદાવાદ તરફ રવાના કરાયા હતાં.

Share.

Leave A Reply