જાણો એપ્રિલ માસમાં આવતા તહેવારો અને વ્રત

Google+ Pinterest LinkedIn Tumblr +

આ માર્ચ મહિને પાપ મોચિની એકાદશી રવિવારે 31મી તારીખે મનાવવામાં આવશે.. પણ વૈષ્ણવપંથીઓ બીજે દિવસે ઉગ્યાત અગિયારસ મનાવે છે તેથી મહિનાની શરૂઆત તેઓ એકાદશીથી કરશે.

6ઠ્ઠી એપ્રિલે ચૈત્રી નવરાત્રિ સાથે એપ્રિલ માસમાં તહેવારોની શરૂઆત થશે. ગુડી પડવો કે ચૈત્રી એકમ જે દિવસે નવા સંવત્સરની શરૂઆત થાય છે. માન્યતા છે કે આ દિવસે સૃષ્ટિ અસ્તિત્વમાં આવી. ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થાય છે. એ ઉપરાંત 14મી એપ્રિલે રામ નવમી મનાવવામાં આવશે. આવો જાણો એનાથી વિશેષ એપ્રિલ 2019ના મુખ્ય તહેવાર વિશે.. અહિં આપેલી સૂચિમાં…

એપ્રિલ            તહેવારો
1લી એપ્રિલ – વૈષ્ણવ પાપમોચિની એકાદશી
2જી એપ્રિલ – મંગળવાર પ્રદોષ વ્રત
3જી એપ્રિલ – ફાગણી શિવરાત્રિ
4થી એપ્રિલ – દર્શની અમાવાસ્યા
5મી એેપ્રિલ – નિજ અમાસ
6ઠ્ઠી એપ્રિલ – ચૈત્ર સુદ એકમ, ચંદ્ર દર્શન, ગુડી પડવો, યુગાદિ, ચૈત્રી નવરાત્રિ પ્રારંભ
7મી એપ્રિલ – ઝૂલેલાલ જયન્તી, ચેટીચાંદ
8મી એપ્રિલ – ગણગૌર, ગૌરી પૂજા, મત્સ્ય જયંતી
9મી એપ્રિલ – વિનાયક ચતુર્થી, લક્ષ્મી પંચમી
10મી એપ્રિલ – સ્કંદ ષષ્ઠી, રોહિણી વ્રત
11મી એપ્રિલ – યમુના છઠ્ઠ
12મી એેપ્રિલ – નવપદ ઓળી પ્રારંભ
13મી એપ્રિલ -ચૈત્રી આઠમ, દુર્ગાષ્ટમી, મહાતારા જયંતી
14મી એપ્રિલ – રવિવાર, રામ નવમી, મેષ સંક્રાંતિ, બૈશાખી
15મી એપ્રિલ – કામદા એકાદશી
16મી એપ્રિલ – વૈષ્ણવ કામદા એકાદશી, વામન દ્વાદશી
17મી એપ્રિલ – બુધવાર, પ્રદોષ વ્રત, મહાવીરજયંતી
19મી એપ્રિલ – હનુમાન જયંતી, ચૈત્રી પૂનમ, વ્રતની પૂનમ
22મી એપ્રિલ – સંકટ ચોથ
26મી એપ્રિલ – કાલાષ્ટમી
30મી એપ્રિલ – વરુથિની એકાદશી, વલ્લભાચાર્ય જયંતી

Share.

Leave A Reply