આવતી કાલે સૌરાષ્‍ટ્રમાં હિટવેવની સંભાવના, જાણો તાપમાન

Google+ Pinterest LinkedIn Tumblr +

રાજ્યમાં ઉનાળો કહેર વર્તાવતા તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં 42 ડિગ્રી ગરમી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. શનિવારે સુરેન્દ્રનગરનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું જ્યારે 41 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદમાં ગરમીથી આંશિક રાહતમ ળી હતી.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ હજુ અમદાવાદમાં ગરમીથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં આગામી 9-10 એપ્રિલ તાપમાન વધી શકે છે અને હિટ વેવની શક્યતા છે.

શનિવારે 42 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી વધારે ગરમ શહેર રહ્યું હતું તો, 41.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ બીજુ સૌથી વધું ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદ અને અમરેલીનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વડોદરાનું 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગાંધીનગર અને ભૂજનું તાપમાન 40.4 અને 40 ડિગ્રી અનુક્રમે નોંધાયું હતું. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ વાળા પવનોના કારણે તાપમાનમાં આંશિક ઘટાડો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી જેના કારણે અમદાવાદ શહેરનું તાપમાન ઓછું થયું છે.

Share.

Leave A Reply