સૌથી લોકપ્રિય Windowsની આ સેવા થશે બંધ, માઇક્રોસોફ્ટે કરી મોટી જાહેરાત

Google+ Pinterest LinkedIn Tumblr +

સૌથી લોકપ્રિય માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 7ના યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. કંપનીએ તેના સૌથી લોકપ્રિય વિન્ડોઝ 7 ના સપોર્ટને બંધ કરવા જાહેરાત કરી છે. માઈક્રોસોફટે જણાવ્યું કે માઇક્રોસોફ્ટે 2009માં વિન્ડોઝ 7 લોન્ચ કર્યું હતું, પરંતુ હવે કંપની તેના માટે કોઈ અપડેટ રિલીઝ કરશે નહીં.

માઇક્રોસોફ્ટે તેના બ્લોગમાં કહ્યું છે કે 14 જાન્યુઆરી 2020 વિન્ડોઝ 7 માટેનો છેલ્લો દિવસ હશે. આ પછી ઓપરેટિંગ સિસ્ટમ માટે કોઈ અપડેટ જાહેર કરવામાં આવશે નહીં. 14 જાન્યુઆરી, 2020 ના રોજ આ OS માટે છેલ્લું સુરક્ષા અપડેટ રિલીઝ કરવામાં આવશે અને આ અપડેટ સાથે યૂઝર્સોને વિન્ડોઝ 7 બંધ કરવાની સૂચના મળશે

અંગ્રેજી વેબસાઇટ ધ વર્ઝના એક અહેવાલ અનુસાર દુનિયામાં આ વખતે વિન્ડોઝ 10 સાથે 80 કરોડ કમ્પ્યુટર કામ કરી રહ્યા છે. આવા કિસ્સામાં, વિન્ડોઝ 7ને બંધ કરીને કંપની સંપૂર્ણપણે વિન્ડોઝ 10 પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેને આ OS પર પ્રમોટ કરવામાં આવશે. આવા કિસ્સામાં, જો તમારી સિસ્ટમમાં વિન્ડોઝ 7 હોય તો તમારી કોઇ ડ્રાઇવમાં ક્લાઉડ પર બેકઅપ લેવાનું વધુ સારું છે.

Http://plus.google.com/downgrade પર પણ ક્લિક કરો. હવે બીજું પૃષ્ઠ ખુલશે, અહીં તમારે Mail ID અને પાસવર્ડ નાખીને Next પર ક્લિક કરો. ત્યારબાદ પેજ ખુલશે જેમાં Google+નો લોગો હશે જેની જમણી બાજુ આવેલા ડીલીટના સિમ્બોલ પર ક્લિક કરો. આ પછી નિયમો-શરતો ખુલશે જેને વાંચ્યા બાદ ડાબી બાજું બોક્સ પર ક્લિક કરો. આ સાથે છેલ્લે જમણી બાજુ લખેલ Delete GOOGLE+ પર ક્લિક કરતા તમારૂ એકાઉન્ટ ડિલેટ થઇ જશે.

Share.

Leave A Reply