આજે વિશ્વ ક્ષય દિવસ, પૂર્વ વિસ્તારોમાં સૌથી વધુ ટીબીના કેસ

Google+ Pinterest LinkedIn Tumblr +

આજે વિશ્વ ક્ષય દિવસ છે પણ શહેરના પૂર્વ વિસ્તારમાં ટીપી (ક્ષય)ના દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના પિરાણા ડમ્પ સાઇટ અને દ્યોગિક વસાહતોની આસપાસ આવેલા વિસ્તારોમાં ટીબીના દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં વધી રહેલા વાયુ પ્રદુષણને લીધે રખિયાલ, અમરાઇવાડી, વટવા, બહેરામપુરા, દાણીલીમડા અને અસારવા જેવા વિસ્તારોમાં ચિંતાજનક રીતે ટીબીના દર્દી વધી રહ્યાં છે.

વિશ્વમાં દર વર્ષે એક કરોડ જેટલા ટીબીના દર્દી નોંધાય છે તે પૈકી 27 ટકા કેસો ભારતમાં નોંધાય છે. ભારતમાં દર વર્ષે 27 લાખ ટીબીના કેસો નોંધાય છે. આ પૈકી 4.5 લાખ દર્દી મોતને ભેટે છે. 2018માં શહેરમાં 15 હજારથી વધુ ટીબીના દર્દી નોંધાયા છે જે પૈકી 500થી વધુ દર્દી મૃત્યુ પામ્યા છે જે ચિંતાજનક છે.

Share.

Leave A Reply