આગામી 4 દિવસ ગુજરાતમાં હિટવેવ એલર્ટ, આ શહેરમાં યલો એલર્ટ જાહેર

Google+ Pinterest LinkedIn Tumblr +

રાજ્યમાં ગરમીનો હાહાકાર છે, ત્યારે ગુજરાતમાં આગમી 4 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 40ને પાર જોવા મળ્યો, ત્યારે સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં જોવા મળી છે. સુરેન્દ્રનગર 42.3 ડિગ્રીનાં તાપમાનમાં દાઝ્યું, તો અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન રહ્યું.

ગરમી વધવાની સાથે જ લોકાનાં બેભાન થવાનાં કેસ પણ વધી ગયા છે. અમદાવાદમાં બેભાન થવાના 90 જેટલા કેસ નોંધાયા છે. તો ઝાડા-ઉલ્ટીનાં 528થી વધારે કેસ નોંધાયા છે. તો હવામાન ખાતાએ પણ આગાહી કરી છે કે આગામી સમયમાં ગુજરાતમાં ઉનાળો આકરો રહેશે અને ખેતી પર પણ તેની ગંભીર અસરો જોવા મળશે. સાથે સાથે અલ-નીનો સક્રીય થવાના કારણે ચોમાસા પર પણ તેની અસર જોવા પડશે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ધરતી ડ્રાય બનશે અને સામાન્ય કરતા વધુ આકરો હીટવેવ છવાયેલો રહેશે. ઉનાળા દરમિયાન 0થી 1 ડિગ્રી સેલ્સીયસ ગરમીનું પ્રમાણ વધુ રહેશે. ભારતીય હવામાન શાસ્ત્રીઓએ આગાહી કરી છે કે જો પ્રી-મોન્સૂન વરસાદ નહિં આવે તો જમીન ડ્રાય થઇ જશે.

Share.

Leave A Reply