શું તમારા બાળકને માટી ખાવાની ટેવ છે, તો વાંચો

Google+ Pinterest LinkedIn Tumblr +

ઘણા બાળકો માટી ખાતા હોય છે જે તેના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આ આદત બાળકોમાં કેટલીક બીમારી લાવે છે. આજે તમને જણાવીશુ કેટલાક એવા ઘરેલુ નુસ્ખા જેને અજમાવી જુઓ તમારા બાળકોની માટી ખાવાની આદત છુટી જશે.

લવીંગને પીસીને પાણીમાં ઉકાળી લો, એક એક ચમચી કરીને બાળકને ત્રણ વાર પીવડાવી દો. બાળકને રોજ એક કેળુ સાકર ભેળવી ખવડાવો આનાથી તાત્કાલીક અસર થશે. રોજ રાત્રે નવસેકા પાણીમાં અજમો નાખી ચૂર્ણ બનાવી પીવડાવી દો.

નાના બાળકો માટી ખાય છે તે લોહીની ઉણપ દર્શાવે છે. આનું કારણ બાળકોના ખોરાકમાં ફક્ત દુધનુ સેવન હોય છે તે છે. એટલે બાળકોના ખોરાકમાં અન્ન, દાળ, શાકભાજીનો સમાવેશ થાય છે. બાળકોના ખોરાકમાં દેશી ઘી જરૂરથી નાંખો તેનાથી તેને પોષણ અને જરૂરી તત્વ મળી જાય છે.

બાળકને દાળ, ખીચડી. દલિયા, રવાની ખીર, કેળા, બિસ્કીટ, દહી ખવડાવો. કેલ્શિયમની કમી હોય તો બાળકો માટી ખાવાની શરૂઆત કરે છે. એટલે બાળકો દહીં, બદામ, લીલા શાકભાજી ખવડાવો.

પેટમાં રહેલા કીડાઓના કારણે બાળકો માટી ખાવાની શરૂઆત કરે છે. કેરીની ગોટલીનું ચૂર્ણ બનાવી બાળકોને પાણીમાં ભેળવી પીવડાવવાથી રાહત રહે છે. આવુ દિવસમાં ત્રણ ચાર વાર કરો જેનાથી પેટમાં થતા કીડાઓ મરી જાય છે.

Share.

Leave A Reply